ખાંભાના જામકા ગામે મહિલાને જમીન ખાલી કરવા જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે રામુબેન ભવાનભાઈ ગોહિલ (ઉ.વ.૬૦)એ બાઘાભાઈ લાખાભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા સાહેદો ઇન્દુબેન અને દવલબેન તેમની વાડીએ ખેતીકામ કરતા હતા.તે દરમ્યાન આરોપી લોખંડનો પાઈપ લઈને તેમની પાસે આવ્યો હતો અને જમણા હાથની હથેળીના ભાગે પાઈપનો એક ઘા મારી દેતા લોહી નીકળ્યું હતું. તેમજ જેમફાવે તેમ ભુંડી ગાળો આપી જમીન ખાલી કરી દેવા જાનથી. મારી નાખવાની ધમકી આપી હતી.