ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના પ્રથમ દિવસે જ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા મનરેગા કૌભાંડ બાબતે હલ્લાબોલ કર્યો હતો. મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટ્રાચારમાં મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ના રાજીનામા ની માંગણી તથા સમગ્ર ગુજરાતમાં મનરેગા યોજના ના કામોની તપાસ કરવાની માંગ સાથે વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો નું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.