ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે રહેતા 37 વર્ષીય પ્રકાશભાઈ ભુપતભાઈ રાણવા જેસીબીનો વ્યવસાય કરતા હોય, જેથી જેસીબી લેવું હતું આથી ગઈ તારીખ 20 જૂનના રોજ ભત્રીજા હિતેશભાઈ રાણવા મારફત જુનાગઢના મુન્નાભાઈ મીર,તેનો પુત્ર નદીમ અને કાનાભાઈ હરિભાઈ ચૌહાણ ના સંપર્કમાં આવ્યા હતા. આ શખ્સોએ પ્રકાશભાઈને સસ્તા ભાવે જેસીબી અપાવવાની લાલચ આપી હતી. અને વિશ્વાસમાં છેતરપિંડી આચર્યા ની ફરિયાદ મામલે સી ડિવિઝન પોલીસે 3 આરોપીઓ ની ધરપકડ કરી છે.