બોર ગામે રહેતા 18 વર્ષના સિદ્ધરાજ ચોહાણ બાઈક લઈ ગામમાં આવેલ દુકાને કામ અર્થે જઈ રહ્યા હતા દરમિયાન તેઓ ની બાઈક નો પિકપ સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં સિધ્ધરાજ ચૌહાણ ને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે થી તેમને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા