વડોદરા : મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરના સુસેન ચાર રસ્તા મકરપુરા રોડ ઉપર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યાં પ્રિયદર્શની શોપિંગ સેન્ટર પાસે દુકાનના ધારકો દ્વારા પાલિકાની કામગીરી સામે વાંધો ઉઠાવી આક્ષેપ કરવામાં આવ્યા હતા.સ્થાનિક દુકાન ધારકોએ નોટીસ આપ્યા વિના કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવી નારાજગી દર્શાવી હતી.