ગુજરાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટના "સન્ડે ઓન સાયકલ" અભિયાનના ભાગ રૂપે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરીથી શરૂ થઈ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી.પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ અને કોન્સ્ટેબલોએ તેમાં ભાગ લીધો હતો.પૂર્વ કચ્છ પોલીસ એસ.પી. સાગર બાગમારે જણાવ્યું હતું કે, "ભારત સરકારના ફિટ ઇન્ડિયા મિશન હેઠળ, પૂર્વ કચ્છ પોલીસે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું.