હાજીપુરથી ધારપુર જવાના માર્ગ પર આશરે 35 મીટર જેટલો રોડ છેલ્લા બે વર્ષથી અપૂર્ણ અને અત્યંત ખરાબ હાલતમાં છે. આ બેદરકારીના કારણે અત્યાર સુધીમાં બે લોકોના અકસ્માતમાં મોત થયાં છે તથા અનેક નાના-મોટા અકસ્માતો રોજબરોજ બનતા રહે છે.કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા કારણે ધારપુર મેડિકલ જતાં દર્દીઓ તથા રાહદારીઓને ભારે તકલીફ સહન કરવી પડે છે. રોડ પર ખાડાઓને કારણે વાહનચાલકોને ગંભીર જોખમ સાથે કમરદર્દ જેવી તકલીફોનો સામનો કરવો પડે છે.નાગજીભાઈ દેસાઈએ રોડની માંગ કરી છે.