થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં નાગલા અને જાદલા પુલ વચ્ચે એક નંદી પડી ગયો હતો. ફાયર ટીમ ને કોલ મળતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહદારીઓની મદદથી નંદીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.નંદીને બચાવ બાદ ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા હતા. ફાયર ટીમની ત્વરિત કાર્યવાહીને કારણે બંને નંદીઓના જીવ બચી ગયા હતા.