ગોધરા શહેરની શારદા મંદિર સ્કૂલ ખાતે ગોધરા રોટરી ક્લબ દ્વારા નાના બાળકો માટે ખાસ “અડુકિયો દડુકિયો ગરબા મહોત્સવ”નું આયોજન થયું હતું. નવરાત્રીના પાંચમા દિવસે પોલીસ અધિકારીઓ તથા મહેમાનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું અને ગિફ્ટ વિતરણ કર્યું. આ કાર્યક્રમ બાળકો માટે યાદગાર બની રહ્યો હતો. મહેમાનો તથા આયોજકોએ નાના બાળકોના ઉત્સાહને વધારી તેમની ખુશી શેર કરી અને આવું સુંદર આયોજન કરવા બદલ રોટરી ક્લબને અભિનંદન પાઠવ્યા.