જો વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થઈ છે જ્યારે જુનાગઢ જિલ્લામાં માળિયા તાલુકાના વિવિધ ગામમાં, વિવિધ વિસ્તારોમાં વરસાદ બાદ આરોગ્યની સેવાઓ પૂરી પાડવા નિદાન કેમ્પ અને વિવિધ આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી હતી અને લોકોને ઉકાળેલ પાણી પીવા સલાહ આપવામાં આવી હતી તેમજ વાહકજન્ય અટકાયતી કામગીરી કરવામાં આવી હતી