અંજાર તાલુકાના ખાટુશ્યામ મંદિર પાછળ મેઘપર કુંભારડીની અંજલિપાર્ક સોસાયટીમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં મકાન નં. 46 બહાર આંગણામાં બેસીને પતા ટીંચતા અને અહીં રહેતા રમેશ બબા વણકર તથા કિડાણાના લખુ વાલા ચવચેટા, રમેશ જીવા જરૂ અને નીતિન મ્યાજર ચાવડાની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રૂા. 55,100 તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂા. 70,100નો મુદામાલ હસ્તગત કર્યો હતો.