છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કીડી ઘોઘા દેવ ખાતે પ્રાથમિક શાળા ઘોઘાદેવ તથા સરકારી હાઇસ્કૂલ ઘોઘાદેવ તેમજ ગ્રામજનો દ્વારા ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી અંતર્ગત આજે સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.