ગુરૂવારના 5:30 વાગ્યાથી થયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડમાં આઝાદ ચોક સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવનાર ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ તહેવારના અનુસંધાને જિલ્લા પોલીસની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તાર ફૂડ પેટ્રોલિંગ,રૂટ ચેકિંગ, ધાબા ચેકિંગ તથા ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતે આ કાર્યવાહી કરવામાં આવી હતી.