આજરોજ ભાદરવા સુદ ત્રીજ કેવડા ત્રીજ અને હરિયાળી ત્રીજ પણ કહેવામાં આવે છે શિવપુરાણ ની માન્યતા મુજબ માતા પાર્વતીજીએ મહાદેવને પ્રસન્ન કરવા પાર્થિવ શિવલિંગ બનાવી કેવડો ચડાવ્યો હતો અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા ત્યારથી જ મહિલાઓ પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે મહાદેવને કેવડા ત્રીજના દિવસે કેવડાનું ફૂલ ચડાવી વ્રત કરે છે ભૂતનાથ મંદિર ખાતે પણ વહેલી સવારથી મહિલાઓએ કેવડા ત્રીજના વ્રતને ને લઈ ભૂતનાથ મહાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું.