વાપીના ચલા વિસ્તારમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાપી ચંદ્રલોક સોસાયટીમાં રહેતા 55 વર્ષીય પિયુષભાઇ મોહનલાલ શાહ તેમની એક્ટીવા મોપેડ (જીજે-15-બીડી-4378) લઇ બુધવારે રાત્રે દમણ તરફ જઈ રહ્યા હતા. રાત્રે અંદાજે 11.30 વાગ્યે અચાનક પાછળથી આવેલા ક્રેટા કારના ચાલકે બેફામ ઝડપે કાર હંકારી તેમની મોપેડને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં પિયુષભાઇ રોડ પટકાતા મોત થયું હતું