સુરતના ડિંડોલી નવાગામમાં વિદ્યાર્થી સોસાયટીમાં ગણપતિના આગમનમાં ગયો હતો, દરમિયાન ડીજેના તાલે તે નાચતો હતો ત્યારે ચાલુ વરસાદમાં ગણેશજીના મંડપના લોખંડના પાઈપમાં ઉતરેલા વીજ કરંટમાં તેનો હાથ અડી જતા ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો. જેને પગલે ૧૪ વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.નવાગામમાં આવેલા પટેલનગરમાં રહેતા માધવસિંહ ખાનગી કંપનીમાં નોકરી કરી પત્ની, એક પુત્ર અને એક પુત્રીનું ભરણપોષણ કરે છે.સોસાયટીમાં ગણેશ આગમનને લઈ ડી.જે.નું આયોજન હતું.