ખેરગામ પોલીસમાં વલસાડ સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર ધ્રુવી પટેલે ખેરગામ પોલીસમાં જાણ કરી હતી કે ભોગ બનનાર અંજનાબેન કિરણભાઈ પટેલ તેઓએ પોતાના પિયર વાડ ગામ ટેકરી ફળિયા ખાતે કોઈ અગમ્ય કારણસર ભૂલથી ચોખામાં નાખવામાં આવતી ગોળી તથા આવતો પાઉડર પી જતા પ્રથમ સારવાર ખેરગામ સી.એચ.સી માં કરાવી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.