કાલોલ તાલુકાના દેલોલ ગામના રહેવાસી મિતુલ હસમુખભાઈ સુથાર એ "ગુરુ" ધ આર્ટ્સ હબના ફાઉન્ડર જતીનભાઈ સાધુ,ડાયરેક્ટર દીપલબેન સાધુ ના માર્ગદર્શન હેઠળ ભારતીય સંગીત સંસ્કૃતિ અને પરંપરાને પ્રસ્તુત કરવા સ્પેન અને ફ્રાન્સ દેશના ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલમાં ભાગ લઈ ભારતીય સાંસ્કૃતિક ગાયક તરીકે ભારત દેશ વતી પ્રતિનિધિત્વ કરીને ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવી ભારતીય સંગીત સંસ્કૃતિ રજૂ કરી કાર્યક્રમ મા હાજર રહેલ તમામ દેશોના લોકોને મંત્ર મુગ્ધ અને આશ્ચર્યચકિત કર્યા