મહેસાણા તાલુકાના લાખવડ ગામના તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. તળાવના પાણીમાં યુવકની લાશ તરતી જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ મહેસાણા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.