અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી પોલીસે જુગારીઓની ધરપકડ કરી છે. દાણીલીમડા પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમીના આધારે એકતાનગર આવાસ યોજનામાં આવેલા મકાનમાંથી જુગારીઓ ઝડપાયા હતા. શુક્રવારે રાત્રે એક વાગ્યા આસપાસ દાણીલીમડા પોલીસે દરોડા પાડ્યા હતા. જે દરોડા દરમિયાન મોસીન મેમણ, ફરીદખાન પઠાણ, આસિફ શેખ શાહબાઝ પઠાણ, હુસેન મેમણ, મહેબૂબ શેખ અને અરબાઝ પઠાણની ધરપકડ કરવામાં આવી છે.