વડોદરા : વરસાદ ખાબકયા બાદ બાજવામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.GSFC કંપની દ્વારા છોડવામાં આવેલા પાણી નીચાણ વાળા વિસ્તારમા ભરાયા હતા.જેને લઈ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.ત્યારે,બાજવા ગામ પંચાયત ના સરપંચ રોમલ બેન પટેલ દ્વારા નીચાણવાળા વિસ્તારો ગોકુળ નગર, પાર્વતીનગર અને ટેકરા વિસ્તાર તથા શંકર સોસાયટી સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ પહોંચાડવામાં આવ્યા હતા.સાથે રીફાનરીના જીએમ સાથે વાત કરી પાણીના નિકાલની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.