વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરે થયેલી દાન પેટીની ચોરીમાં ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા આરોપી રોહન રાજમલ અને અજય રાજપૂતને વિજયનગર પાસેથી ઝડપી પાડીને ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે.દાનપેટી જેટલી સામાન્ય ચોરીમાં પણ સ્થાનિક પોલીસ ડિટેક્શન કરી શકી નથી. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી ચોરી થયેલી દાનપેટી પણ રિકવર કરી બતાવી હતી.