ગોધરાના ધોળાકુવા વિસ્તારમાં ગૌતસ્કરીનો એક વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વીડિયોમાં કારમાં આવેલા ઇસમો ગાયને બળજબરીપૂર્વક કારમાં ભરવાનો પ્રયાસ કરતા દેખાયા છે અને બાદમાં ગાયને લઈને ફરાર થઈ ગયા હતા. ચર્ચા છે કે એક જ રાતમાં પાંચ જેટલી ગાયો ચોરી થઈ છે. ઘટનાને લઈને ગૌરક્ષકો અને નાગરિકોએ કડક નિંદા કરી પોલીસને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. હાલ પોલીસ વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે.