ગાંધીધામના પડાણામાં ફરી લૂંટની ઘટના બની છે.મોરબીથી ટાઈલ્સ લઈને મુંદરા જતો ટ્રક ડ્રાઈવર અરવિંદ શર્મા આજે સવારના સાડા આઠ વાગ્યે કુદરતી હાજત માટે પડાણા પાસેના રામદેવ પીર મંદિર નજીક ટ્રક ઊભો રાખી ઉતર્યો, તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા યુવકોએ તેના ગળા પર છરી તાકી ખિસ્સામાં રહેલો બટવો છીનવી લીધો,જેમાં 8 હજાર રૂપિયા હતા.મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ થયો પરંતુ સફળ ન થઇ શક્યા.બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે.