લાકડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી દસ્તાવેજ બનાવવાના ગુનામાં મુંબઈથી વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. લાકડિયા પોલીસ દ્વારા મૂળ જંગીના હાલે બોરીવલીમાં રહેતા નીતિન જયંતીલાલ શેઠ અને મહારાષ્ટ્રમાં રહેતા સુરેશ મુકુંદ જાધવને ઝડપી લેવામાં આવ્યા હતા. લાકડિયા પોલીસ મુંબઈ જઈને આરોપીઓની ધરપકડ કરી હતી.આ સફળ કામગીરી પીઆઇ જે.એમ.જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.