થરાદ, વાવ અને માવસારી પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસે કુલ 101 કેસમાંથી જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કર્યો. આ દારૂની કુલ કિંમત 1 કરોડ 53 લાખ 26 હજાર રૂપિયા હતી.અધિકારીઓના જણાવ્યા મુજબ, આ એક નિયમિત પ્રક્રિયા છે. દર ત્રણ મહિને DGPના આદેશ અનુસાર જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે જપ્ત કરાયેલા તમામ દારૂનો નાશ પૂર્ણ થઈ ગયો છે.