એલસીબી પોલીસે ભારતમાલા રોડ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ક્રેટા કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કાર ચાલકે ગાડી ન રોકતા થરાદ ચાર રસ્તા થઈને જેતડા રોડ તરફ ભાગી ગયો હતો. પોલીસે પીછો કરતા જેતડા ગામ નજીક આરોપીઓએ કાર મૂકીને ભાગી ગયા હતા.કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 724 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ. 1,52,531 છે.