વાપી હાઇવે સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી જવા પામ્યા હતાં.જે ખાડાના કારણે અનેક વાહનો પણ બંધ પડી જતા હોય તેની ફરિયાદ કરવામાં આવતા શનિવારના રોજ વાપી નોટિફાઇડ દ્વારા આ ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું હતું. જેમાં વાપી રેન્બો હોસ્પિટલથી લઇ વાપી વૈશાલી રસ્તા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદે વિરામ લેતા કામગીરી હાથ ધરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.