સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંદર્ભે આજે એટલે કે 31 ઓગસ્ટે સાંજે છ કલાકે કપરાડા વિધાનસભામાં આવેલ માતુનીયા પટેલ ફળિયા ખાતે આમ આદમી પાટી દ્વારા એક વિશેષ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘોટણ જિલ્લા પંચાયતમાં આવતા સમાવિષ્ટ ગ્રામજનોને જિલ્લા પ્રમુખ જ્યેન્દ્ર ગાંવિત તેમજ વકીલ સેલના પ્રમુખ ધવળિયા ભોયા તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.