નવસારી જિલ્લાના આરોગ્ય, શિક્ષણ અને આંગણવાડી વિભાગના સંકલનથી “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” નિમિતે ૧ થી ૧૯ વર્ષની વયના બાળકોને કૃમિનાશક ગોળીઓ આપવામાં આવી. આ કાર્યક્રમનો હેતુ બાળકોના શરીરમાં રહેલા કૃમિઓનો નાશ કરી તેમના સ્વાસ્થ્ય, પોષણ અને વિકાસમાં સુધારો કરવો છે. જિલ્લામાં રાજ્યકક્ષાએ નક્કી કરાયેલા ૨૪૩૪૪૬ લક્ષ્યાંક સામે ૨૧૬૨૯૮ બાળકોને ગોળીઓ આપવામાં આવી.