નવસારી જિલ્લા એલ.સી.બી.એ ને.હા. નંબર 48 પર પાર્ક કરેલા વાહનોમાંથી મોબાઇલ અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે વેસ્મા ગામ નજીકથી હબીબ હનીફ ઉસ્માન શાહ (વય 45) અને રફીક નવાબ યાસીન શાહ (વય 50), બન્ને સુરત શહેરના રહેવાસીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલ એક મોબાઇલ ફોન અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી હોન્ડા સાઇન મોટરસાયકલ સહિત કુલ રૂ. 80,600 ના મુદામાલ સાથે કબજે કરવામાં આવ્યા છે.