સુરતની BRTS બસમાં મુસાફરોની ભીડનો લાભ લઈને પર્સ ચોરી કરતી એક સક્રિય ટોળકીને ઉધના પોલીસે પકડી પાડી છે. આ ચોરીની ઘટના CCTV ફૂટેજમાં પણ કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મદદ મળી હતી. પોલીસે પકડાયેલા 3 આરોપીઓ પાસેથી રોકડ 14,500 રિકવર કર્યા છે.મુસાફરોની ભીડનો ફાયદો ઉઠાવી ચોરીને અંજામ આપ્યો હતો આ ઘટના ગત 25 સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાની આસપાસ ખરવરનગર BRTS બસ સ્ટેશન પાસે બની હતી.