રાજકોટ: રાજકોટમાં વરસાદી માહોલના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદીના બેઠા પુલ પર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી રહી છે. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલા ખોખળદળ નદીના બેઠા પુલ પર એક છકડો રિક્ષા પાણીમાં ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીના પ્રવાહને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે આ ઘટના બની હતી. રિક્ષા ચાલક અને તેમાં સવાર લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી.