મનગરની ભાગોળે આવેલા એક ગામમાં સગીરાને લલચાવી ફોસલાવીને અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવવાના ચકચારી પ્રકરણમાં જે તે વખતે ૧૨ શખ્સો વિરુઘ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ અંગેનો કેસ જામનગરની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા ચાર આરોપીઓને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે બાકીના આરોપીઓનો છુટકારો થયો છે તેમજ ભોગ બનનાારને વળતર ચુકવવા કોર્ટ દ્વારા આદેશ કરાયો છે.