24 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકની સ્થિતી મુજબ ડેમથી 32140 ક્યૂસેક પાણી છોડાય રહ્યું છે અને ડેમના 4 દરવાજા હજું પણ ખુલ્લા છે. ગઈકાલે તબક્કા વાર 8 દરવાજા ખોલીને પાણી છોડાતા સાબરમતી નદી ગાંડીતૂર બની હતી. ડેમની સપાટી હાલ 618.45 ફુટ જેટલી નીચે ઉતારવામાં આવી છે. ગઈકાલે ડેમ પોતાની હાઈએસ્ટ સપાટી સુધી પહોંચી ગયો હતો અને દરવાજા ખોલાયા હતા. ડેમમાં પાણીનો જથ્થો 86.38% કરી દેવાયો છે જે કાલે 94%ને પાર થયો હતો. હજું પણ ડેમમાં 27417 ક્યૂસેક પાણીની આવક ચાલું છે.