આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ આજ રોજ 30 ને શનિવારના રોજ 11 કલાકે જૂનાગઢ તાલુકાના વડાલ જિલ્લા પંચાયતના તમામ ગામના કાર્યકર્તાઓને રૂબરૂ મળીને તેઓના સૂચન સાંભળીને આગામી કાર્ય અંગે સંવાદ કર્યો. આ વિસ્તારમાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની મુલાકાતથી આપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ તમામ ગામના આગેવાનોએ ગોપાલ ઈટાલીયા સ્વાગત કર્યું હતું.