માણસા તાલુકાના મીની પાવાગઢ અંબોડ ખાતે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. રવિવારે બપોરે 12 વાગ્યે માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીએ મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ અંબોડ સાબરમતી નદી બેકાંઠે વહેતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે. પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરીએ સાબરમતી નદીની પણ મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી.