This browser does not support the video element.
અંજાર: વીડી સીમ વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લાખોનો પ્રોહી મુદ્દામાલ નાશ કરાયો
Anjar, Kutch | Sep 4, 2025
આજરોજ અંજારની વીડી સીમ વિસ્તારમાં સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ એસ.જે.ચૌધરી તથા ડીવાયએસપી મુકેશ ચૌધરી અંજાર વિભાગની રૂબરૂ અંજાર પોલીસ મથકના પી.આઇ. એ.આર.ગોહિલ,ગાંધીધામ એ ડીવીઝન પી.આઈ. એમ.ડી.ચૌધરી, કંડલા મરીન પી.આઈ. એ.એમ.વાળા, ગાંધીધામ રેલ્વે પોલીસના પીઆઈ. પી.આર.સોલંકી તથા નશાબંધી અને આબકારી અધિકારી ડી.આર.ધોબી દ્વારા પ્રોહીના અંજાર,ગાંધીધામ એ ડીવીઝન,કંડલા મરીન તથા ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન એમ કુલ-૪૭ ગુનાઓમા કબ્જે કરેલ પ્રોહી મુદ્દામાલ નાશ કરાયો હતો.