ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર દ્વારા આયોજીત નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-ર૦રપ અંતર્ગત છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ જશુભાઈ રાઠવા,ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોળી ઉપસ્થિત રહ્યા હતા.