ગઈકાલે જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે જેને લઇ કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોને મોટેપાયે નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલો કોડીયો છીનવાયો છે જેને લઇ ખેડૂતો હેરાન પરેશાન થયા છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઇ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે