પુણા વિસ્તારમાંથી ચોરીના ત્રણ મોબાઈલ સાથે આરોપીની પોલીસે ધરપકડ કરી છે.ગુરુવારે પોલીસે માહિતીના આધારે ભોલુ જેઠુરભાઈ સોલંકી ને ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી ચોરીના ત્રણ મોબાઈલમલી આવ્યા હતા.જે પૈકી એક કામરેજ પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના ગુનાનો હોવાનું સામે આવ્યું હતું.જ્યારે અન્ય બે મોબાઈલ અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના હોવાનું બહાર આવ્યું હતું.જ્યાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પુણા પોલીસે હાથ ધરી હતી.