ગાંધીધામ ટાગોર રોડ પર એક BMW મોટરકારના ચાલકને આડી-અવળી ગાડી ચલાવતા પોલીસે ઝડપી પાડ્યો હતો. ચાલક મહેશભાઇ અરવીંદભાઈ જોષી (ઉ.વ.37) કેફી પીણાની અસર તળે હોવાનું જણાયું હતું અને તેની પાસે પરમિટ પણ નહોતી. પોલીસે તેની ₹1 કરોડની BMW કાર કબજે કરી મહેશભાઈની ગુજરાત પ્રોહીબિશન એક્ટની કલમ 66(1)(બી) અને એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.