વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળી હતી તેના આધારે તેઓ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ભરૂચથી વડોદરા એક્સપ્રેસ-વે હાઇવે ઉપરથી અમદાવાદ તરફ જતું એક આઇસર વાહન આવી રહ્યું હતું.