મંગળવારના 2 કલાકે રજૂ કરેલા આરોપીની વિગત મુજબ હાઈવે પર વાપી અને ભીલાડની રાજ્ય વેરા વિભાગની ટીમ દ્વારા 3 જૂનની રાત્રે એક કન્ટેનર નં. NL-01-N-2600 રોકી કડક ચેકિંગ કરવામાં આવી હતી. ડ્રાઈવર સાહીલ કમરુ ખાન, રહેવાસી હરિયાણા મેવાત, કન્ટેનરના સામાન માટે રજૂ કરેલા બિલ અને ઈ-વે બિલની GST વિભાગે બારીકીથી તપાસ કરતાં તે બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ તપાસના સમયે સાહીલ તરત જ ફરાર થઈ ગયો હતો. જેને બોરસદ થી પોલીસ ઝડપી લાવી છે.