અમદાવાદની LG હોસ્પિટલમાંથી એક આરોપી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. અમરાઈવાડી પોલીસે પોક્સોના 4 આરોપીની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા સારવાર કરવા માટે એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી જયસુખ વાઘેલા નામનો આરોપી શુક્રવારે રાત્રે 8 વાગે આસપાસ પોલીસની નજર ચુકવી ફરાર થઈ ગયો હતો. જેથી આરોપી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.