લાલપુર તાલુકાના મિઠોઇ ગામમાં રહેતા રણજીતસિંહ મુરૂજી ગોહિલએ મેઘપર પોલીસમાં અજાણ્યા શખ્સ સામે બાઇક ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીના પુત્ર અને તેના ભાઈના પુત્ર બંને કંપનીમાં કામ આર્થે સ્પ્લેન્ડર બાઇક નં. જીજે૧૦સીજે-૯૩૪૫ લઈને ગત તા. ૧૮ના રોજ ગયા હતા અને રાત્રીના કોઇ સમયે મટીરીયલ ગેઇટ સામે હોટલ પાસે બાઈક પાર્ક કર્યું હતું. ત્યાથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો છે. ફરીયાદ આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.