ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે તહેવારોને ધ્યાનમાં રાખીને કાનૂન-વ્યવસ્થા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા બેઠક યોજાઈ. નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા વિવિધ સમાજના આગેવાનો, ખાસ કરીને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ગણેશોત્સવ સહિત તમામ તહેવારો શાંતિ અને ભાઈચારાભાવે ઉજવાય તે માટે ચર્ચા થઈ. મુસ્લિમ આગેવાનોે સહકાર આપવાની ખાતરી આપી અને પોલીસ-જનતા મળીને સૌહાર્દપૂર્ણ માહોલ જાળવવાનો સંકલ્પ લેવાયો.