સુરત શહેરના કાપોદ્રામાં રહેતી પરણીતા તેના મૂળ વતનમાં સંબંધીના પાડોશમાં રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. જે તે સમયે યુવકે તેની સાથે પ્રેમ સંબંધ હોવાનું કહીને શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ સમયે તેમણે ફોટો વિડિયો મોબાઇલમાં પાડી દીધા હતા. ત્યારબાદ પરણીતા સુરત રહેવા માટે આવી જતા વારંવાર આ ફોટો અને વિડીયોના આધારે બ્લેકમેલ કરી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી શારીરિક શોષણ કર્યું હતું.