છોટાઉદેપુરમાં ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા સેવાસદન જવાના માર્ગ ઉપર પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ પડે અને જિલ્લા સેવા સદન માર્ગ ઉપર પાણી ભરાઈ જાય છે. દર ચોમાસામાં જિલ્લા સેવાસદન માર્ગ ઉપર પાણી ભરાય છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સરકારી વાહનો અને ખાનગી વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે.