દાહોદ રેલ્વે વિભાગની ટિમ દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ આરી બિલ્ડીંગ ની સામે આવેલ ખુલ્લી જગ્યા ખાતે પહોંચી હતી.તે ખુલ્લી જગ્યામાં ઝાડી ઝાંકરાની આડમાં અન્ય રાજ્યોથી પોતાના પરિવારો સાથે દાહોદમાં મજૂરી માટે આવી અને રહેવા માટે ઉભી કરાયેલ ઝૂંપડીઓને હટાવવાની કામગીરી રેલ્વે વિભાગ દ્વારા કરવામાં આવી.અન્ય રાજ્યોથી પોતાના નાના નાના બાળકો સાથે દાહોદમાં આવી અને તે ખુલ્લી જગ્યામાં રહેવા માટે ઉભી કરાયેલ ઝૂપડિઓને રેલ્વે વિભાગ દ્વારા હટાવી લેવામાં આવી છે.